close

Apr 24, 2024
અમેરિકામાં મૃત્યુ પછી વ્યક્તિની પપ ટકા મિલકતની માલિક સરકાર બની જાય છેઃ નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાએ વારસાઈ ટેક્સને લઈને કરેલા નિવેદન પછી નવો વિવાદ શરૂ થયો છે, અને આ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરીને આલોચના કરી દીધી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વારસાગત-ઈન્હેરિટન્સ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના પર હવે વિવાદ ઊભો થયો છે. તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ... વધુ વાંચો »

Apr 24, 2024
બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગઃ અમદાવાદ તા. ર૪: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે. લોકસભા ચૂંટણી-ર૦ર૪ ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાંગુજરાતની ર૬ પૈકી રપ બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું ... વધુ વાંચો »

Apr 24, 2024
'વિકસિત ભારત' સામે આટલી બધી નારાજગી? નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાના આ નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત્તીસગઢમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, અર્બન નક્સલ, માઓ વાદીઓને કોંગ્રેસ પર કબજો કરી લીધો છે. તેમને થયું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદા એક પછી એક સામે આવી રહ્યા છે. શાહી પરિવારના સલાહકારે કહ્યું કે મધ્યમ વર્ગિય લોકો છે જે મહેનત કરીને કામ કરે છે. તેની પર ... વધુ વાંચો »

Apr 24, 2024
ભાજપને હરાવવા ધર્મ રથનું પર્યટનઃ જામનગરમાં પહેલી તારીખે ફરશે જામનગર તા. ર૪: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. આજથી દેવનગરી દ્વારકાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન પણ થયું છે. ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. આજે રાજકોટ-કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થયો છે, અને હવે ભાજપ સામે ખુલ્લો ક્ષત્રિયો સમાજ મેદાનમાં ઉતર્યો છે અને ... વધુ વાંચો »

Apr 24, 2024
શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓનું ભાવિ થશે નક્કીઃ નવી દિલ્હી તા. ર૪: આગામી તા. ર૬ મી ના બીજા તબક્કાના મતદાનમાં ૧૩ રાજ્યની ૮૮ બેઠકો માટે મતદાન થશે. જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ સહિતના મહાનુભાવોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. કાળઝાળ ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ર૬ એપ્રિલે ૧ર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને ૨૦૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે વોશિંગ્ટન તા. ર૪: ગાઝા હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ર૦૦ મૃતદેહો મળી આવ્યા પછી ઈઝરાયેલી સેનાની કત્લેઆમ બહાર આવી છે. સેંકડો નિર્દોષ લકોની કતલ કરી હોસ્પિટલમાં દફનાવી દીધા હોવાનો હમાસનો આરોપ છે. આ કત્લેઆમથી યુનો પણ ભડક્યું છે, અને અમેરિકાએ તો ઈઝરાયેલની એક બટાલિયન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આશ્ચર્યજનક રીતે ઈઝરાયેલ પર અમેરિકા પણ ગિન્નાયું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચ્ યુદ્ધ ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂ.૨૫ લાખ કરોડથી વધુ નેટવર્થઃ ૮ પ્રાઈવેટ વિમાનોઃ ૭૦૦ લકઝરી કાર નવી દિલ્હી તા. ર૪ : અબુધાબીનો રોયલ પરિવાર પૃથ્વી પરનો સૌથી અમીર પરિવાર છે, તેનો મહેલ જ ૪૦૦૦ કરોડનો છે. તેની પાસે ૮ પ્રાઈવેટ જેટ અને ૭૦૦ લકઝરી કારનો કાફલો છે. આ પરિવારનું કુલ નેટવર્થ ફેબ્રુઆરી ર૦ર૪ સુધી રપ,૩૩,૧૧૩ કરોડ રૂપિયા જેટલું હતું આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખૂબ વધુ છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈટ્રાના નિયામકઃ ડબલ્યુએસઓના સહયોગી કેન્દ્રના હેડ જામનગર તા. ર૪: વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી અંતર્ગત પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની એકેડેમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતાં આયુર્વેદ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. આયુર્વેદ શિક્ષક અને અનુસંધાન સંસ્થાનના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી મહત્ત્વની એકેડેમિક કાઉન્સિલપમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનુપ ... વધુ વાંચો »

Apr 24, 2024
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો અંધેર વહીવટ ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના છેલ્લા કેટલાક સમયથી અણઘડ વહીવટથી શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે તથા પ્રત્યેક શિક્ષકને વર્ષે દોઢ-બે લાખની નુક્સાની વેઠવાની આવતા ભારે રોષની પણ લાગણી ફેલાય છે. નવા નિયમ મુજબ જે શિક્ષકો તથા કર્મચારીઓ જી.પી.એફ.ના હક્કદાર નથી તેમના માટે સી.પી.એફ.ની જોગવાઈ થયેલ છે. સી.પી.એફ.માં નવા પરિપત્ર મુજબ સરકાર કર્મચારીઓના પગારના ૧૪ ટકા સી.પી.એફ.માં કાઢે બાકી કર્મચારીએ કાઢવાના હોય, આ ... વધુ વાંચો »

Apr 24, 2024
૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના કાર્યાલયનું ઉદ્દઘાનઃ પૂનમબેન માડમને વિજય બનાવવા હાકલ કાર્યાલયના ઉદ્દઘાટન પૂર્વે ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ યોજાયો ગાયત્રી હવન જામનગર તા. ર૪: ૧ર-જામનગરના લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર એમ.પી. હાઉસમાં ૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્દઘાટન સમારોહ પૂર્વે ૭૮-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ ... વધુ વાંચો »

Apr 24, 2024
બાળક સહિતના ત્રણને નાની મોટી ઈજાઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે ગઈકાલે મારૂતી સૂઝુકી કંપનીની ફ્રન્ટી મોટર તથા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં ચઢી આવેલા ટ્રેક્ટરે મોટરને ઠોકર મારી દીધી હતી. જેના કારણે મોટર ઉછળીને રોંગ સાઈડમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરમાં રહેલા એક બાળક સહિતના ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 24, 2024
ખેડૂતોએ પોતાની જમીન બંજર બનતી હોવાની કરી હતી રજૂઆતઃ ૨૦ લાખનું વળતર મંજૂરઃ જામનગર તા. ૨૪: દ્વારકા નજીક કુરંગા પાસે આવેલા ઘડી ડિટર્જન્ટના પ્લાન્ટમાંથી પ્રવાહિત થતાં પ્રદૂષણથી આજુબાજુના ખેતરો બંજર બનતા જતા હોવાની પીટીશન હાઈકોર્ટમાં થતા હાઈકોર્ટે કંપની સામે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ કેમ પગલાં ભર્યા નથી? તેવી ઝાટકણી કાઢી જવાબદાર અધિકારી પાસેથી રૂ.૨૦ લાખ વળતર પેટે ખેડૂતને ચૂકવવાનો હુકમ કર્યાે છે અને જવાબદાર સામે ઈન્ક્વાયરી કરવા આદેશ કર્યાે છે. દ્વારકાથી ... વધુ વાંચો »

Apr 24, 2024
ભઠ્ઠીના બે સંચાલકો દરોડા પહેલાં થયા પલાયનઃ જામનગર તા. ૨૪: દ્વારકા તાલુકાના વસઈ ગામમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે દ્વારકા એલસીબીએ દરોડો પાડી તૈયાર દેશી દારૂ તથા આથાનો ગંજાવર જથ્થો પકડી પાડ્યો છે. સ્થળ પરથી દારૂ બનાવવાના સાધનો, એક બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. એલસીબીના દરોડા પહેલાં ભઠ્ઠીના સંચાલકો નાસી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામની સીમમાં એક ખેતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી દ્વારકા એલસીબીના કુલદીપસિંહ, ... વધુ વાંચો »

Apr 24, 2024
અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં દંપતી ઝડપાયું: દારૂબંધી ભંગના બે આરોપી પકડાયાઃ જામનગર તા. ૨૪: જામનગરમાં અગિયાર મહિના પહેલાં એક શિક્ષિકાએ ત્રણ શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હતી. આ ગુન્હામાં નાસી ગયેલા આરોપીને એલસીબીએ લૈયારામાંથી દબોચી લીધો છે. જ્યારે દારૂબંધી ભંગના બે ગુૃન્હામાં બે વર્ષથી નાસતા ફરતા અન્ય બે આરોપી ઝડપાયા છે અને અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલા દંપતીને પોલીસે પકડી પાડ્યું છે. જામનગરના ૫ંચવટી વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાએ ગયા મે મહિનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી ... વધુ વાંચો »

Apr 24, 2024
એક યુવાન તથા તેના માતા-પિતાને લાકડી, પાઈપથી ફટકાર્યાઃ જામનગર તા. ૨૪: ભાણવડ તાલુકાના ફોટડી ગામના એક શખ્સને પારકી પરણેતર સાથે ફોનમાં વાત કરવાની ના પાડવા ગયેલા યુવાન તથા તેના માતા-પિતા પર આ શખ્સ તથા તેના ચાર અજાણ્યા સાગરિતે લાકડી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ફોટડી ગામના વતની અને હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતા રાજેશભાઈ ... વધુ વાંચો »

Apr 24, 2024
પડી જતાં પોલીસકર્મી તથા અન્ય એકને થઈ ઈજાઃ જામનગર તા. ૨૪: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસમાં ગઈકાલે એક આરોપી સામે અટકાયતી પગલાં ભરવા માટે એક એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘેર ગયા હતા. આ વેળાએ તે શખ્સ તથા તેના ભાઈ અને ભાભીએ પોલીસ પર હુમલો કરી ફડાકો ઝીંક્યો હતો અને ફિનાઈલ પી લેવા, પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં પડી જતા આરોપીને ઈજા થઈ હતી. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂ.૯ લાખ વળતર પેટે સગીરાને ચૂકવવામાં આવશેઃ જામનગર તા. ૨૪: જામનગરના એક પરિવારની સગીર પુત્રી પર સવા બે વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારનાર એક ઢગા સામે ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૯ લાખ ચૂકવવામાં આવશે. જામનગરના આ કિસ્સાની વધુ વિગત મુજબ લાખોટા બ્યુટીફિકેશનના પ્રથમ નંબરના ગેઈટથી ગઈ તા.૧૧-૧૨-૨૧ ના દિને પંચાવનેક વર્ષનો ઢગો એક સગીરા ... વધુ વાંચો »

Apr 24, 2024
ગઈકાલે સવારે સર્જાઈ હતી ગમખ્વાર ઘટનાઃ જામનગર તા. ૨૪: ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક યુવાનનું મોટરની ઠોકરે ચઢી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મિલીટરીમાં મળેલી નોકરીના પગલે ગઈકાલે ફરજ પર હાજર થવા જતા હતા ત્યારે તેમને કાળ આંબી ગયો હતો. મૃતકના મોટાભાઈએ મોટરના ચાલક રાજકોટ જિલ્લાના ધોરીધાર ગામના તરૂણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામના ૨૦ વર્ષના  બ્રિજરાજસિંહ પ્રવીણસિંહ સોઢા ગઈકાલે સવારે આઠેક વાગ્યે હંસ્થળ ગામના પાટિયા પાસે ઉભા હતા ત્યારે જીજે-૩-એલએમ ૪૬૧૦ ... વધુ વાંચો »

Apr 24, 2024
સોસાયટીએ કર્યાે હતો કેસઃ ચેકની રકમનો દંડઃ જામનગર તા. ૨૪: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને આઠ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી સભાસદ અને વિભાપર ગામમાં રહેતા પરેશભાઈ કિશોરભાઈ મકવાણાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા પરેશભાઈ મકવાણાએ રૂ.૮૬,૨૫૦ની રકમનો ચેક આપ્યો હતો. વધુ વાંચો »

Apr 24, 2024
કાલાવડના ખંઢેરા પાસેથી ઝડપાયો દેશી દારૃઃ જામનગર તા. ૨૪: લાલપુર તાલુકાના ઝાખર ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં ગઈરાત્રે મેઘપર પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૨૦ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કાલાવડના ખંઢેરા ગામ પાસે એક મહિલાના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો કબજે કર્યા છે. આ મહિલાની શોધ હાથ ધરાઈ છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ઝાખર ગામના ... વધુ વાંચો »

Apr 24, 2024
ભઠ્ઠીના સંચાલક સામે કરાઈ કાયદાકીય કાર્યવાહીઃ જામનગર તા. ૨૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં પિત્તળની એક ભઠ્ઠીમાં ગઈકાલે એએચટીયુની ટીમે શ્રમ અધિકારીને સાથે રાખી ચેકીંગ કરતા ત્યાંથી બે બાળમજૂર મળી આવ્યા હતા. બંનેને મુક્ત કરાવી ભઠ્ઠીના માલિક સામે બાળમજૂરી કરાવવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ દ્વારા ગઈકાલે પીઆઈ એમ.બી. સોલંકીના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક ભઠ્ઠીમાં બે બાળકો ... વધુ વાંચો »

Apr 24, 2024
ત્રણ શખ્સે ધોકાથી માર માર્યાે: જામનગર તા. ૨૪: જામનગરના એક ભાનુશાળી યુવાને રૂ.ર લાખ ઉછીના લીધા હતા. તે રકમ પરત ચૂકવાઈ ગયા પછી પણ નાણા ધીરનાર શખ્સે ઉઘરાણી કરી મળવા માટે બોલાવ્યા પછી પોતાના બે સાગરિત સાથે મળી ધોકાથી આ યુવાનને ગઈકાલે ધોકાવી નાખ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટની ડી વીંગમાં રહેતા વિવેક પ્રવીણભાઈ નંદા નામના આસામીએ અગાઉ અનિરૂદ્ધસિંહ પીંગળ નામના ... વધુ વાંચો »

Apr 24, 2024
બેડીમાં ગંજીપાના ખેલતા ત્રણ શખ્સ ઝડપાયાઃ જામનગર તા. ૨૪: જામનગરના હવાઈચોક વિસ્તાર પાસેથી એક શખ્સને પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપી લીધો છે. આ શખ્સે કપાત લેતાં બુકીનું નામ આપ્યું છે. બેડીમાંથી ત્રણ શખ્સ ગંજીપાના રમતા ઝડપાયા છે. જ્યારે લાલપુરમાંથી પણ ત્રણ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં એક ગલીમાં ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી તેના પરથી આઈપીએલની ગઈકાલની મેચ પર સટ્ટો રમતો હોવાની ... વધુ વાંચો »

Apr 24, 2024
જામનગર તા. ૨૪: જામનગરમાં ચારેક મહિના પહેલાં નોંધાયેલા જુગારના એક કેસમાં સંડોવાયેલા રાજકોટના શખ્સને પકડી લેવાયો છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેક મહિના પહેલાં જુગારનો એક કેસ નોંધાયો હતો. તેમાં રાજકોટના હુસેન આમદ શેખ નામના શખ્સની સંડોવણી ખૂલતા તે નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી નૂરી પાર્ક પાસે આવ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના રવિ શર્મા, યોગેન્દ્રસિંહને મળતા દોડી ગયેલી પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી છે.   જો વધુ વાંચો »

Apr 24, 2024
કરચલા પકડવા બાબતે થયો હતો હુમલોઃ જામનગર તા. ૨૪: જામનગરના બેડી બંદર પર કરચલા પકડવા બાબતે એક યુવાન પર ત્રણ મહિના પહેલાં પ્રાણઘાતક હુમલો કરાયો હતો. તેના આરોપીઓએ ચાર્જશીટ રજૂ થયા પછી જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે. જામનગરના બેડી બંદર રોડ પર રંગ મીલ નજીકથી ગઈ તા.૯ જાન્યુઆરીના દિને પસાર થતાં યુવાન પર છરી સહિતના હથિયારોથી શબ્બીર કાસમ છરેચા, અનવર હાજી છરેચા સહિતના છ શખ્સે હુમલો કરી ગંભીર ઈજા ... વધુ વાંચો »

Apr 24, 2024
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ જામનગર તા. ૨૪: કાલાવડના કૈલાશનગરમાં રહેતા એક વૃદ્ધનું બીમારીના કારણે ગઈકાલે તબીયત બગડ્યા પછી મૃત્યુ થયું છે. કાલાવડ શહેરમાં કૈલાસ નગર સામે કોળીપાડામાં રહેતા રાજુભાઈ ગાંડુભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના કોળી વૃદ્ધ છેલ્લા એકાદ વર્ષથી બીમાર રહેતા હતા. તે દરમિયાન લોહીની ઉલ્ટીઓ શરૂ થઈ હતી. ગઈકાલે સવારે રાજુભાઈની તબીયત લથડતા તેઓ બેભાન બની ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું ... વધુ વાંચો »

Apr 24, 2024
તાપમાનમાં એક ડીગ્રીના વધારા સાથે જામનગર તા. ર૪: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં બુધવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો રપ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે એક ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરાઓનો દોર યથાવત્ રહ્યો હતો. પવનની ... વધુ વાંચો »

Apr 24, 2024
સંસ્થાઓ, કારખાનાઓ અને સાઈટના જામનગર તા. ૨૪: કારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને આગામી તા. ૭ મી મે મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ ૧૯૯૬ અન્વયે નોધંણી થયેલી કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈલેકટ્રીક મોટરો બળી જવા સહિતની સમસ્યાઓ ઘટશે ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા પાલિકા વોટર વર્કસમાં આધુનિક ટેકનોલોજીના કારણે સમસ્યાઓ ઘટી અને  સુવિધાઓ વધી છે. તાજેતરમાં ખંભાળીયા નગરપાલિકા દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, તથા તેમની ટીમ અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયાના પ્રયાસોથી પાણી પુરવઠા વોટરવર્કસ ઘી ડેમમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા લાખો રૂપિયાના ખર્ચે વસાવી શરૂ કરતા લોકોની સગવડતામાં વધારો કરાયો છે. ઓટોમેટીક ડિઝીટલ સિસ્ટમ સાથે ઓટોમેટીક ટાઈમીંગ પ્રમાણે વિશાળકાય ઈલેકટ્રીક મોટરો ચાલુ બંધ થઈ જવી, અપુરતા વોલ્ટેજ કે ... વધુ વાંચો »

Apr 24, 2024
ખંભાળીયા પાલિકાના કર્મચારીઓનું ખંભાળીયા તા. ર૪ : ખંભાળીયા પાલિકાના કર્મીઓને મળતું સાતમું પગાર ધોરણ પરત ખેંચવાના મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ આવતા પાલિકા કર્મીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજ્યની નગર-પાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ ખર્ચની મર્યાદા નિયત કરેલ છે જેમાં મહકેમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી તંત્રની હોય છે. પરંતુ પાલિકામાં બિન જરૂરી ખર્ચાઓના કારણે પાલિકાનું મહેકમ ખર્ચ વધી જતાં પાલિકાની મહેસુલી આવક વધારવાના બદલે પાલિકાના કર્મચારીઓના સાતમા પગાર ધોરણ ... વધુ વાંચો »

Apr 24, 2024
કમરની તકલીફમાં ફિઝિયોથેરાપીથી પણ રાહત થઈ શકેઃ જામનગર તા.૨૪: જામનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરમાં આવેલા સેતાવડમાં ફિઝિયોથેરાપી સેન્ટર તથા ડેન્ટલ કેર ક્લિનિકની સેવા આપવામાં આવી રહી છે. આ તબક્કે મિશન હેલ્થની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ સ્નાયુ અને કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક ડાયોગ્નાઈઝ (નિદાન) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કમરની દરેક તકલીફનું નિરાકરણ ઓપરેશન નથી, યોગ્ય ફિઝિયોથેરાપીથી પણ તેનું નિરાકરણ આવી શકે છે. ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂપાલાના નિવેદનનો વિવાદ યથાવતઃ જામનગર તા. ર૪ : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકિ રહ્યો છે અને આંદોલન-પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. આગામી તા. ર ના જામનગરમાં મહા સંમેલન યોજવામાં આવનાર છે. ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. ગામે ગામ આંદોલન, ધરણાં, વિરોધ પ્રદર્શન થયા પછી હવે આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. જામનગરમાં પણ બહેનો ... વધુ વાંચો »

Apr 24, 2024
લોકસભાની ગત્ ચૂંટણીમાં ર૮ ઉમેદવાર મેદાનમાં હતાં: જામનગર તા. ૨૪: ગત્ લોકસભાની ચૂંટણીની સરખામણીએ વર્ષ ર૦ર૪ માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક ઉપર ઉમેદવારોની સંખ્યા અડધી એટલે કે ૧૪ ની થવા પામી છે. ગત્ ચૂંટણીમાં ર૮ ઉમેદવારો મેદાનમાં હતાં જામનગર લોકસભા બેઠકમાં ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાનાર છે, આ ઉપરાંત અન્ય પાર્ટીના અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. વીરો કે ... વધુ વાંચો »

Apr 24, 2024
ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા એડવાઈઝરી જામનગર તા. ર૪ : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ) થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, હીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ ... વધુ વાંચો »

Apr 24, 2024
'છોટીકાશી'માં હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી 'છોટીકાશી' જામનગરમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડમાં આવેલી જ્ઞાતિની વાડીમાં ચૈત્ર શુક્લ ચતુર્દશીના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિન (પાટોત્સવ)ની પરંપરાગત રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાતા તરીકે ભાર્ગેશભાઈ દ્રવિણલાલ પંડ્યા તથા સ્મિતાબેન ભાર્ગેશભાઈ પંડ્યા પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી. બે દિવસીય મહોત્સવમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ઈશ્વરવિવાહ તથા અલ્પાહાર યોજાયા હતાં. પાટોત્સવના દિને જ્ઞાતિના પંડિતો દ્વારા લઘુરૂદ્રનું આયોજન થયું હતું. લઘુરૂદ્ર પછી બપોરે ... વધુ વાંચો »

Apr 24, 2024
દ્વારકાના સિદ્ધનાથ મહાદેવને હનુમાન જયંતીના પવિત્ર દિને મહાવીર સ્વરૂપના શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતાં. જેના દર્શનનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Apr 24, 2024
અવસર લોકશાહીનો... લોકસભા સામાન્ય ચૂંટણી લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ અગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલયમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુું. આ સાયકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરએ જણાવ્યું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 24, 2024
ખાડાની પરેશાનીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાયોઃ ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા શહેરમાં પ્રવેશ તો રોડ બિસ્માર હોય નગરગેઈટ સ્ટેશન રોડ નવો થઈ જતાં પછી સ્ટેશન રોડથી વેલકમ ગેઈટ સુધી પણ નવો બની ગયા પછી ટેકનીકલ પ્રશ્નને લીધે પ્રવેશ તો રસ્તો બાકી હતો તે નવો બનાવવાનો શરૂ થવા સાથે અકસ્માત સર્જતો બ્લેક સ્પોટ પણ કાઢી નંખાયો છે. મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસેનો બન્ને તરફનો રસ્તો બિસ્માર હોય નવો બનાવવાનું શરૂ થવા સાથે પાલિકા ... વધુ વાંચો »

Apr 24, 2024
ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર આવો મતદાનનો સંકલ્પ કરીએ કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય એચ.જે. બલદાણીયા, આર.એસ. ઓઝા તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાનનો સંકલ્પ લીધો હતો.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 24, 2024
યજ્ઞ, મહાઆરતી, પ્રસાદી, બટુક ભોજન, શોભાયાત્રા, વિશેષ દર્શન યોજાયાઃ ખંભાળીયા તા. ર૪: ખંભાળીયાશહેર તથા ગ્રામ્ય પંથકમાં રામભકત હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળીયામાં હનુમાન જયંતીના દિને ભાવિકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી સાથે ભવ્ય દર્શનોમાં ભાવિકો ખંભાળીયા ફૂલેલીયા હનુમાનજી મંદિરે હનુમંત યાગ યોજાયો હતો. સવારના નવથી બપોરે અઢી વાગ્યા સુધી હવન ચાલ્યો હતો જેમાં મંદિરના મહંત શ્રી ભારતીબાપુ તથા ભરતદાસ બાપુ સાથે રાજ્ય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, કરણાભાઈ સીદાભાઈ વિગેરે અગ્રણીઓ જોડાયા હતા ... વધુ વાંચો »

Apr 24, 2024
જોડિયા તા. ર૪ : જોડિયામાં ઉદાસીન સંત કુટીર રામવાડીમાં આવેલ જયોતિ સ્વરૂપ બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી ઉદયભાઈ શાસ્ત્રી, પૂજારી શનિભાઈ વ્યાસ તથા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી હોમાત્મક હવન યોજાયો હતો. બપોરે ૧ર વાગ્યેે ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૧ર સુધી બટુક ભોજન યોજાયું હતું. હનુમાન મંદિરમાં વિશેષ શણગાર દર્શન યોજાયા હતાં. જેનો લાભ મોટી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો.   જો વધુ વાંચો »

Apr 24, 2024
જામનગરની હરિયા સ્કૂલમાં સેમિનાર યોજાયોઃ જામનગર તા. ૨૪: જામનગરની હરિયા સ્કૂલમાં લીલાવંતી નેચરોપેથી સેન્ટર, લાખાબાવળ અને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ છેલ્લા ઘણાં વર્ષોથી વારાણસીના પ્રસિદ્ધ આચાર્ય પૂ. વિશ્વનાથ ગુરૂજીએ વૈદિક પેરનિંટગનનું જ્ઞાન સુત્રબદ્ધ રીતે ૧૮ રાજ્યોમાં તેમજ ચાર દેશોમાં ચલાવેલ છે. જે એક વૈદિક પરંપરાના આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવાનું કાર્ય ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટથી પધારેલ ડો. મેહુલ આચાર્યના માર્ગદર્શનથી જામનગરમાં પણ ... વધુ વાંચો »

Apr 24, 2024
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ ખંભાળીયા તા. ર૪ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકશન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેકટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, એમ્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે, પેચ વર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ... વધુ વાંચો »

Apr 24, 2024
ચાર-ચાર વર્ષથી નાણા ભરી દીધા હોવા છતાં જોડાણો નહીં મળતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી ખંભાળિયા તા. ર૪: હાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે રોફ સાથે દરેક ઘરને નળ વાટે પાણી મળે તેવી નલ સે જલ યોજનાની સફળતા, તેના આંકડાઓ રજૂ કરવામાં આવે છે, પણ ખંભાળિયાનો યોગેશ્વરનગર વિસ્તાર જાણે કેન્દ્ર સરકારની આ નલ સે જલ યોજનાના કાર્યક્ષેત્રની બહાર હોય તેમ અહીં નળ જોડાણો મળ્યા નથી. વધુ વાંચો »

Apr 24, 2024
ર૧ ચિત્રકારોએ પેઈન્ટીંગના માધ્યમથી દેશના અમૂલ્ય વારસાનો આપ્યો સંદેશઃ જામનગર તા. ર૪: જામનગરના ર૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમૂલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો છે. આ ચિત્રોનું વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર પુરાતત્વિય સંગ્રહાલયમાં વિશેષ એક્ઝિબિશન યોજાયું હતું. દર વર્ષે ૧૮ એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ... વધુ વાંચો »

Apr 24, 2024
પિતૃઓના મોક્ષાર્થે આવતીકાલથી જામનગર તા. ર૪ : સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) દ્વારા પિતૃના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા પારાયણ તા. રપ-૪ થી તા. ૧-પ સુધી સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન સચાણા ગામમાં યોજવામાં આવી છે. વ્યાસપીઠ ઉપર ગોંડલના (રાણસીકીવાળા) ભાગવત આચાર્ય શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ બિરાજીને કથાનું રસપાસ કરાવશે. તા. રપ-૪ ના સવારે ૯ વાગ્યે શ્રીમદ્ ભાગવતજી પોથીજી પધરામણી, ૯-૩૦ વાગ્યે કથા પ્રારંભ, ... વધુ વાંચો »

Apr 24, 2024
મતીયાદાદા (ઘોઘેડાવારા)નો મેળોઃ જામનગર તા. ૨૪: લાલપુર તાલુકાન ઘોઘેડા અપીયા ગામમાં જયશ્રી મતીયાદાદા અને મહેશ્વરી સમાજ ટ્રસ્ટ દ્વારા મતીયાદાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત તા. ૨૭-૪-૨૪ ના રાત્રે માતંગ દ્વારા જ્ઞાનવાણી અને રાત્રે ૮ વાગ્યે દાતા ગાંગાભાઈ જીવાભાઈ વારશાખીયા (વાડીનાર )ના સૌજન્યથી સમૂહ પ્રસાદ યોજાશે. તા. ૨૮-૪-૨૪ ના પેડીપ્રસાદ ધર્મપંથ (બારઈ) તથા બપોરે ૧૨ વાગ્યે વિવિધ દાતાઓના સૌજન્યથી સમૂહપ્રસાદ યોજાશે.   જો આપને વધુ વાંચો »

Apr 24, 2024
કાલાવડ (શીતલા) તાલુકાના બાંગા ગામમાં જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાના કાલાવડ (શિતલા) તાલુકાના બાંગા ગામે તા. રપ-૪ થી તા. ૧-પ સુધી દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ, દરબાર, આહિર સહિત ૧પ સમાજના પિતૃઓના મોક્ષાર્થે આયોજીત આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજી ગોપાલદાસ મહારાજ (વૃંદાવન-મથુરાવાળા) વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. તા. રપ ના સવારે ૯-૩૦ ... વધુ વાંચો »

Apr 24, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ભારતીય શેરબજાર આજે સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળા સાથે ખુલ્યું હતું. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો તણાવ ઘટતાં અને વૈશ્વિક શેરબજારમાં એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી પાછળ સ્થાનિક સ્તરે પણ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, મહારથીઓએ શેરોમાં નીચા મથાળે આક્રમક લેવાલીએ બીએસઈ સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે છ ટ્રેડિંગ સેશન બાદ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે ફરી પાછી ૭૪૦૦૦ હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને ક્રુડ ઓઈલના આ ંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાએ સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું. જીઓપોલિટીકલ ટેન્શને કારણે સેન્સેક્સ તેની ... વધુ વાંચો »

Apr 24, 2024
વર્ષ ર૦૧૪ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બન્ને ચૂંટણીમાં રસપ્રદ જંગ જામ્યો હતો... દસ વર્ષમાં ઘણાં સમીકરણો બદલી ગયા છે... લોકસભાની ચૂંટણીના પ્રચારનો રંગ જામ્યો છે અને હવે આ ચૂંટણી જંગ મેઘધનુષ્ય જેવો સપ્તરંગી બની રહ્યો છે, ત્યારે દેશમાં વર્ષ ર૦૧૪ માં જ્યારે પરિવર્તનનો પવન ફૂંકાયો હતો, તે સમયે આજથી એક દાયકા પહેલાની ચૂંટણીઓ સહિત ચૂંટણીઓના રસપ્રદ વિશ્લેષણો તથા આંકડાઓને સાંકળીને માત્ર લોકોની જાણકારીના હેતુથી અહીં તટસ્થ રીતે પ્રસ્તુત કરાશે, અને તેના સંદર્ભે મીડિયામાં મોકળા મને થતી ચર્ચાઓ અને અભિપ્રાયોનો સમાવેશ પણ કરાશે. આ રસપ્રદ માહિતીના માધ્યમથી આપણે ભૂતકાળમાં ડૂબકી મારીને અને વર્તમાનને ... વધુ વાંચો »

Apr 24, 2024
૨૨૭૦૦ મતદારો કરશે હોમ વોટીંગઃ એપિક કાર્ડના વિકલ્પે ઈ-એપિકની પ્રિન્ટ પણ માન્ય ગણાશે અમદાવાદ તા. ર૪: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને એપીક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો એપીક કાર્ડ ન હોય તો ઈ-એપીક ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ૨૭ એપ્રિલના ... વધુ વાંચો »

Apr 24, 2024
અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં દંપતી ઝડપાયું: દારૂબંધી ભંગના બે આરોપી પકડાયાઃ જામનગર તા. ૨૪: જામનગરમાં અગિયાર મહિના પહેલાં એક શિક્ષિકાએ ત્રણ શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હતી. આ ગુન્હામાં નાસી ગયેલા આરોપીને એલસીબીએ લૈયારામાંથી દબોચી લીધો છે. જ્યારે દારૂબંધી ભંગના બે ગુૃન્હામાં બે વર્ષથી નાસતા ફરતા અન્ય બે આરોપી ઝડપાયા છે અને અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલા દંપતીને પોલીસે પકડી પાડ્યું છે. જામનગરના ૫ંચવટી વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાએ ગયા મે મહિનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીએ અંગ્રેજી ભાષામાં લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી હતી. જેમાં બેડીના રઝાક સાયચા, અખ્તર ચમડીયા, અફરોઝ ચમડીયા ... વધુ વાંચો »

Apr 24, 2024
બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગઃ અમદાવાદ તા. ર૪: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે. લોકસભા ચૂંટણી-ર૦ર૪ ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાંગુજરાતની ર૬ પૈકી રપ બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન ૧-ર મે એમ બે દિવસમાં જ છ જાહેરસભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે. વધુ વાંચો »

Apr 24, 2024
અમેરિકામાં મૃત્યુ પછી વ્યક્તિની પપ ટકા મિલકતની માલિક સરકાર બની જાય છેઃ નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાએ વારસાઈ ટેક્સને લઈને કરેલા નિવેદન પછી નવો વિવાદ શરૂ થયો છે, અને આ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરીને આલોચના કરી દીધી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વારસાગત-ઈન્હેરિટન્સ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના પર હવે વિવાદ ઊભો થયો છે. તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ચૂંટણી પછી તેમની સરકાર સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે ... વધુ વાંચો »

Apr 24, 2024
ભારતમાં વર્ષ ર૦૧૦ ની ર૪ મી એપ્રિલે સૌ પ્રથમ પંચાયતીરાજ દિવસ મનાવાયો હતો. વર્ષ ૧૯૯ર માં બંધારણમાં ૭૩ મો સુધારો કરીને જે અધિનિયમ બનાવાયો હતો, તેના પ્રતીક રૂપે આ દિવસ ઉજવાય છે. પંચાયતી રાજ દિવસની ઉજવણી દર વર્ષે ર૪ મી એપ્રિલે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા થાય છે, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આ ઉજવણી વિશેષ સ્વરૂપે થતી રહી છે. પંચાયતી રાજની સ્થાપના સત્તાના વિક્રેન્દ્રિકરણ અને લોકોની શાસનમાં ભાગીદરી જેવા ઉદ્દેશ્યો સાથે થઈ હતી. રાષ્ટ્રીય પંચાયતી રાજની સ્થાપના સંદર્ભે ૭૩ મા બંધારણીય સુધારા દ્વારા ભાગ નંગ-નં ૯ જોડવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧૦ થી દર વર્ષે આ દિવસ ઉજવાય છે અને જે ... વધુ વાંચો »

Apr 24, 2024
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ર૬ મી એપ્રિલે થવાનું છે અને તેના સંદર્ભે આજે સાંજથી ત્યાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે, જ્યાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ કારણે હવે રાજકીય પ્રચારકો આવતીકાલથી મતદાન જયાં જયાં થવાનું છે, ત્યાં ધસી જવાના છે, પહેલા તબક્કામાં ગત ચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન થયા પછી તેના કારણો શોધવાની માથાપચ્ચી થઈ રહી છે અને બીજા તબક્કામાં મતદાન વધુમાં વધુ થાય, તે માટે તટસ્થ પ્રયાસો ચૂંટણીપંચ તો કરી જ રહ્યું છે, પરંતુ રાજકીયપક્ષો પણ વધુમાં વધુ મતદાન કરાવીને પોતાનો સ્થિતિ મજબૂત કરવાની વેતરણમાં જણાય છે. ખાસ કરીને શાસક ગઠબંધન એનડીએમાં વધુ ચિન્તા જણાય ... વધુ વાંચો »

Apr 24, 2024
ખેડૂતોએ પોતાની જમીન બંજર બનતી હોવાની કરી હતી રજૂઆતઃ ૨૦ લાખનું વળતર મંજૂરઃ જામનગર તા. ૨૪: દ્વારકા નજીક કુરંગા પાસે આવેલા ઘડી ડિટર્જન્ટના પ્લાન્ટમાંથી પ્રવાહિત થતાં પ્રદૂષણથી આજુબાજુના ખેતરો બંજર બનતા જતા હોવાની પીટીશન હાઈકોર્ટમાં થતા હાઈકોર્ટે કંપની સામે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ કેમ પગલાં ભર્યા નથી? તેવી ઝાટકણી કાઢી જવાબદાર અધિકારી પાસેથી રૂ.૨૦ લાખ વળતર પેટે ખેડૂતને ચૂકવવાનો હુકમ કર્યાે છે અને જવાબદાર સામે ઈન્ક્વાયરી કરવા આદેશ કર્યાે છે. દ્વારકાથી ભાટિયા વચ્ચેના માર્ગ પર આવેલા કુરંગા ગામ પાસે સ્થાપવામાં આવેલી આરએસપીએલ કંપની દ્વારા ઘડી ડિટર્જન્ટ બ્રાંડનો પાવડર બનાવવામાં આવે છે. ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂ.૨૫ લાખ કરોડથી વધુ નેટવર્થઃ ૮ પ્રાઈવેટ વિમાનોઃ ૭૦૦ લકઝરી કાર નવી દિલ્હી તા. ર૪ : અબુધાબીનો રોયલ પરિવાર પૃથ્વી પરનો સૌથી અમીર પરિવાર છે, તેનો મહેલ જ ૪૦૦૦ કરોડનો છે. તેની પાસે ૮ પ્રાઈવેટ જેટ અને ૭૦૦ લકઝરી કારનો કાફલો છે. આ પરિવારનું કુલ નેટવર્થ ફેબ્રુઆરી ર૦ર૪ સુધી રપ,૩૩,૧૧૩ કરોડ રૂપિયા જેટલું હતું આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખૂબ વધુ છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે એલોન મસ્ક છે જ્યારે વિશ્વના સૌથી ધનવાન પરિવારનો આલીશાન મહેલ હજારો કરોડ રૂપિયાનો છે અને કારોની સંખ્યા તો એટલી ... વધુ વાંચો »

Apr 24, 2024
'વિકસિત ભારત' સામે આટલી બધી નારાજગી? નવી દિલ્હી તા. ર૪: સામ પિત્રોડાના આ નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત્તીસગઢમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, અર્બન નક્સલ, માઓ વાદીઓને કોંગ્રેસ પર કબજો કરી લીધો છે. તેમને થયું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદા એક પછી એક સામે આવી રહ્યા છે. શાહી પરિવારના સલાહકારે કહ્યું કે મધ્યમ વર્ગિય લોકો છે જે મહેનત કરીને કામ કરે છે. તેની પર વધારે ટેક્સ લગાવવો જોઈએ તેવું જાહેરમાં કહ્યું હતું. પણ હવે કોંગ્રેસનું કહેવું છે કે તેઓ વિરાસત ટેક્સ લગાવશે. માતા પિતાથી ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈટ્રાના નિયામકઃ ડબલ્યુએસઓના સહયોગી કેન્દ્રના હેડ જામનગર તા. ર૪: વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી અંતર્ગત પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની એકેડેમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતાં આયુર્વેદ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. આયુર્વેદ શિક્ષક અને અનુસંધાન સંસ્થાનના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકરની વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી મહત્ત્વની એકેડેમિક કાઉન્સિલપમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનુપ ઠક્કરની પસંદગી તેઓને વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ શિક્ષણિક અનુભવ અને તેમના કાર્યોને આધારે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જ નહીં, ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂ.૯ લાખ વળતર પેટે સગીરાને ચૂકવવામાં આવશેઃ જામનગર તા. ૨૪: જામનગરના એક પરિવારની સગીર પુત્રી પર સવા બે વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારનાર એક ઢગા સામે ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૯ લાખ ચૂકવવામાં આવશે. જામનગરના આ કિસ્સાની વધુ વિગત મુજબ લાખોટા બ્યુટીફિકેશનના પ્રથમ નંબરના ગેઈટથી ગઈ તા.૧૧-૧૨-૨૧ ના દિને પંચાવનેક વર્ષનો ઢગો એક સગીરા સાથે આવ્યો હતો. તે પછી આ શખ્સે તેણીની સાથે અણછાજતા અડપલા કર્યા હતા. તે દ્રશ્ય નિહાળી કોઈએ પોલીસને જાણ કરતા ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને ૨૦૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે વોશિંગ્ટન તા. ર૪: ગાઝા હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ર૦૦ મૃતદેહો મળી આવ્યા પછી ઈઝરાયેલી સેનાની કત્લેઆમ બહાર આવી છે. સેંકડો નિર્દોષ લકોની કતલ કરી હોસ્પિટલમાં દફનાવી દીધા હોવાનો હમાસનો આરોપ છે. આ કત્લેઆમથી યુનો પણ ભડક્યું છે, અને અમેરિકાએ તો ઈઝરાયેલની એક બટાલિયન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આશ્ચર્યજનક રીતે ઈઝરાયેલ પર અમેરિકા પણ ગિન્નાયું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચ્ યુદ્ધ શરૂ થયાને ર૦૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે ગાઝા શહેરમાં ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવેલા નરસંહારથી અમેરિકા પણ ... વધુ વાંચો »

Apr 24, 2024
પડી જતાં પોલીસકર્મી તથા અન્ય એકને થઈ ઈજાઃ જામનગર તા. ૨૪: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના ભીમવાસમાં ગઈકાલે એક આરોપી સામે અટકાયતી પગલાં ભરવા માટે એક એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘેર ગયા હતા. આ વેળાએ તે શખ્સ તથા તેના ભાઈ અને ભાભીએ પોલીસ પર હુમલો કરી ફડાકો ઝીંક્યો હતો અને ફિનાઈલ પી લેવા, પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં પડી જતા આરોપીને ઈજા થઈ હતી. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની હનુમાન ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ સરમણભાઈ આર. ચાવડા તથા જમાદાર જીતેન્દ્ર સોચાએ જૂના રેલવે સ્ટેશન નજીક ... વધુ વાંચો »

Apr 24, 2024
બેડીમાં ગંજીપાના ખેલતા ત્રણ શખ્સ ઝડપાયાઃ જામનગર તા. ૨૪: જામનગરના હવાઈચોક વિસ્તાર પાસેથી એક શખ્સને પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપી લીધો છે. આ શખ્સે કપાત લેતાં બુકીનું નામ આપ્યું છે. બેડીમાંથી ત્રણ શખ્સ ગંજીપાના રમતા ઝડપાયા છે. જ્યારે લાલપુરમાંથી પણ ત્રણ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં એક ગલીમાં ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી તેના પરથી આઈપીએલની ગઈકાલની મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ગુલાબનગર નજીક રવિ પાર્કમાં રહેતો હરેશ જોઈતરામ અડવાણી નામનો શખ્સ ... વધુ વાંચો »

Apr 24, 2024
ખંભાળીયા પાલિકાના કર્મચારીઓનું ખંભાળીયા તા. ર૪ : ખંભાળીયા પાલિકાના કર્મીઓને મળતું સાતમું પગાર ધોરણ પરત ખેંચવાના મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ આવતા પાલિકા કર્મીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજ્યની નગર-પાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ ખર્ચની મર્યાદા નિયત કરેલ છે જેમાં મહકેમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી તંત્રની હોય છે. પરંતુ પાલિકામાં બિન જરૂરી ખર્ચાઓના કારણે પાલિકાનું મહેકમ ખર્ચ વધી જતાં પાલિકાની મહેસુલી આવક વધારવાના બદલે પાલિકાના કર્મચારીઓના સાતમા પગાર ધોરણ પ્રમાણે મળતા પગારોમાં ઘટાડો કરવા પાલિકાના ચીફ ઓફિસરે તા. ૧૮-૪-ર૪ ના કર્મચારીઓને મળતુ સાતમું પગાર ધોરણ પરત ખેંચવા અંગેનો દફતરી ... વધુ વાંચો »

Apr 24, 2024
ભાજપને હરાવવા ધર્મ રથનું પર્યટનઃ જામનગરમાં પહેલી તારીખે ફરશે જામનગર તા. ર૪: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. આજથી દેવનગરી દ્વારકાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન પણ થયું છે. ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. આજે રાજકોટ-કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થયો છે, અને હવે ભાજપ સામે ખુલ્લો ક્ષત્રિયો સમાજ મેદાનમાં ઉતર્યો છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમાજને સમજાવી રહ્યા છે. રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી સંતોષવામાં નહીં આવતા ક્ષત્રિયો હવે ... વધુ વાંચો »

Apr 24, 2024
લોકસભાની ગત્ ચૂંટણીમાં ર૮ ઉમેદવાર મેદાનમાં હતાં: જામનગર તા. ૨૪: ગત્ લોકસભાની ચૂંટણીની સરખામણીએ વર્ષ ર૦ર૪ માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક ઉપર ઉમેદવારોની સંખ્યા અડધી એટલે કે ૧૪ ની થવા પામી છે. ગત્ ચૂંટણીમાં ર૮ ઉમેદવારો મેદાનમાં હતાં જામનગર લોકસભા બેઠકમાં ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાનાર છે, આ ઉપરાંત અન્ય પાર્ટીના અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. વીરો કે વીર, ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર સતવારા છે અને રાષ્ટ્રીય મહા સ્વરાજ પાર્ટીના ઉમેદવાર પટેલ, બસપાના દલિત સમાજના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા ... વધુ વાંચો »

Apr 24, 2024
કાલાવડના ખંઢેરા પાસેથી ઝડપાયો દેશી દારૃઃ જામનગર તા. ૨૪: લાલપુર તાલુકાના ઝાખર ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં ગઈરાત્રે મેઘપર પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૨૦ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કાલાવડના ખંઢેરા ગામ પાસે એક મહિલાના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો કબજે કર્યા છે. આ મહિલાની શોધ હાથ ધરાઈ છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ઝાખર ગામના ગૌશાળા પાસે એક શખ્સના મકાનમાં વેચાણ માટે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ... વધુ વાંચો »

Apr 24, 2024
ગઈકાલે સવારે સર્જાઈ હતી ગમખ્વાર ઘટનાઃ જામનગર તા. ૨૪: ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક યુવાનનું મોટરની ઠોકરે ચઢી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મિલીટરીમાં મળેલી નોકરીના પગલે ગઈકાલે ફરજ પર હાજર થવા જતા હતા ત્યારે તેમને કાળ આંબી ગયો હતો. મૃતકના મોટાભાઈએ મોટરના ચાલક રાજકોટ જિલ્લાના ધોરીધાર ગામના તરૂણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામના ૨૦ વર્ષના  બ્રિજરાજસિંહ પ્રવીણસિંહ સોઢા ગઈકાલે સવારે આઠેક વાગ્યે હંસ્થળ ગામના પાટિયા પાસે ઉભા હતા ત્યારે જીજે-૩-એલએમ ૪૬૧૦ નંબરની સ્વીફ્ટ મોટરે તેઓને ઠોકર મારી હતી. આ યુવાન મિલીટરીમાં પસંદગી પામ્યા પછી ગઈકાલે ફાઈનલ ડોેક્યુમેન્ટ આપવા તથા નોકરી પર ... વધુ વાંચો »

Apr 24, 2024
શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓનું ભાવિ થશે નક્કીઃ નવી દિલ્હી તા. ર૪: આગામી તા. ર૬ મી ના બીજા તબક્કાના મતદાનમાં ૧૩ રાજ્યની ૮૮ બેઠકો માટે મતદાન થશે. જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમામાલિની, અરૂણ ગોવિલ સહિતના મહાનુભાવોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. કાળઝાળ ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ર૬ એપ્રિલે ૧ર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, અભિનેત્રી હેમામાલિની, રામાયણ સિરિયલના રામ અરૂણ ગોવિલ સહિત ૧,ર૦૬ ઉમેદવારો ... વધુ વાંચો »

Apr 24, 2024
એક યુવાન તથા તેના માતા-પિતાને લાકડી, પાઈપથી ફટકાર્યાઃ જામનગર તા. ૨૪: ભાણવડ તાલુકાના ફોટડી ગામના એક શખ્સને પારકી પરણેતર સાથે ફોનમાં વાત કરવાની ના પાડવા ગયેલા યુવાન તથા તેના માતા-પિતા પર આ શખ્સ તથા તેના ચાર અજાણ્યા સાગરિતે લાકડી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ફોટડી ગામના વતની અને હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતા રાજેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના યુવાન પર સોમવારની રાત્રે ફોટડી ગામના જ સંજય પરબતભાઈ ચૌહાણ તથા ચાર અજાણ્યા શખ્સે લાકડી, પાઈપથી હુમલો ... વધુ વાંચો »

Apr 24, 2024
યજ્ઞ, મહાઆરતી, પ્રસાદી, બટુક ભોજન, શોભાયાત્રા, વિશેષ દર્શન યોજાયાઃ ખંભાળીયા તા. ર૪: ખંભાળીયાશહેર તથા ગ્રામ્ય પંથકમાં રામભકત હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળીયામાં હનુમાન જયંતીના દિને ભાવિકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી સાથે ભવ્ય દર્શનોમાં ભાવિકો ખંભાળીયા ફૂલેલીયા હનુમાનજી મંદિરે હનુમંત યાગ યોજાયો હતો. સવારના નવથી બપોરે અઢી વાગ્યા સુધી હવન ચાલ્યો હતો જેમાં મંદિરના મહંત શ્રી ભારતીબાપુ તથા ભરતદાસ બાપુ સાથે રાજ્ય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, કરણાભાઈ સીદાભાઈ વિગેરે અગ્રણીઓ જોડાયા હતા તથા સાંજે મહાપ્રસાદી, આરતી, શ્રૃંગાર યોજાયા હતાં. ખંભાળીયામાં એસએનડીટી પાસે અગ્રણી કેતનભાઈ એન.વી. વાળા દ્વારા ભવ્ય રીતે ... વધુ વાંચો »

Apr 24, 2024
ખાડાની પરેશાનીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાયોઃ ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા શહેરમાં પ્રવેશ તો રોડ બિસ્માર હોય નગરગેઈટ સ્ટેશન રોડ નવો થઈ જતાં પછી સ્ટેશન રોડથી વેલકમ ગેઈટ સુધી પણ નવો બની ગયા પછી ટેકનીકલ પ્રશ્નને લીધે પ્રવેશ તો રસ્તો બાકી હતો તે નવો બનાવવાનો શરૂ થવા સાથે અકસ્માત સર્જતો બ્લેક સ્પોટ પણ કાઢી નંખાયો છે. મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસેનો બન્ને તરફનો રસ્તો બિસ્માર હોય નવો બનાવવાનું શરૂ થવા સાથે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયાના પ્રયાસોથી જામનગર તરફથી પૂલ નીચેના ભાગમાં ખંભાળીયા તરફ આવવા ... વધુ વાંચો »

Apr 24, 2024
૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના કાર્યાલયનું ઉદ્દઘાનઃ પૂનમબેન માડમને વિજય બનાવવા હાકલ કાર્યાલયના ઉદ્દઘાટન પૂર્વે ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ યોજાયો ગાયત્રી હવન જામનગર તા. ર૪: ૧ર-જામનગરના લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર એમ.પી. હાઉસમાં ૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્દઘાટન સમારોહ પૂર્વે ૭૮-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ કાર્યાલય મધ્યે ગાયત્રી હવન કરી પૂનમબેનને વિજેતા બનાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સુરેશભાઈ વસરા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલાઓ મોટી ... વધુ વાંચો »

Apr 24, 2024
ભઠ્ઠીના બે સંચાલકો દરોડા પહેલાં થયા પલાયનઃ જામનગર તા. ૨૪: દ્વારકા તાલુકાના વસઈ ગામમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે દ્વારકા એલસીબીએ દરોડો પાડી તૈયાર દેશી દારૂ તથા આથાનો ગંજાવર જથ્થો પકડી પાડ્યો છે. સ્થળ પરથી દારૂ બનાવવાના સાધનો, એક બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. એલસીબીના દરોડા પહેલાં ભઠ્ઠીના સંચાલકો નાસી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામની સીમમાં એક ખેતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી દ્વારકા એલસીબીના કુલદીપસિંહ, મશરીભાઈને મળતા પીઆઈ કે.કે. ગોહિલની સુચના અને પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ એલસીબી ટીમે ગઈકાલે વસઈના તે ખેતરમાં દરોડો પાડી ... વધુ વાંચો »

Apr 24, 2024
ચાર-ચાર વર્ષથી નાણા ભરી દીધા હોવા છતાં જોડાણો નહીં મળતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી ખંભાળિયા તા. ર૪: હાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે રોફ સાથે દરેક ઘરને નળ વાટે પાણી મળે તેવી નલ સે જલ યોજનાની સફળતા, તેના આંકડાઓ રજૂ કરવામાં આવે છે, પણ ખંભાળિયાનો યોગેશ્વરનગર વિસ્તાર જાણે કેન્દ્ર સરકારની આ નલ સે જલ યોજનાના કાર્યક્ષેત્રની બહાર હોય તેમ અહીં નળ જોડાણો મળ્યા નથી. યોગેશ્વરનગર વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર ધરમપુર હેઠળ આવે છે. આ વિસ્તારના રહેવાસીઓએ ચાર વર્ષ પહેલા ... વધુ વાંચો »

Apr 24, 2024
બાળક સહિતના ત્રણને નાની મોટી ઈજાઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે ગઈકાલે મારૂતી સૂઝુકી કંપનીની ફ્રન્ટી મોટર તથા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં ચઢી આવેલા ટ્રેક્ટરે મોટરને ઠોકર મારી દીધી હતી. જેના કારણે મોટર ઉછળીને રોંગ સાઈડમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરમાં રહેલા એક બાળક સહિતના ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 24, 2024
ત્રણ શખ્સે ધોકાથી માર માર્યાે: જામનગર તા. ૨૪: જામનગરના એક ભાનુશાળી યુવાને રૂ.ર લાખ ઉછીના લીધા હતા. તે રકમ પરત ચૂકવાઈ ગયા પછી પણ નાણા ધીરનાર શખ્સે ઉઘરાણી કરી મળવા માટે બોલાવ્યા પછી પોતાના બે સાગરિત સાથે મળી ધોકાથી આ યુવાનને ગઈકાલે ધોકાવી નાખ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટની ડી વીંગમાં રહેતા વિવેક પ્રવીણભાઈ નંદા નામના આસામીએ અગાઉ અનિરૂદ્ધસિંહ પીંગળ નામના શખ્સ પાસેથી રૂ.૨ લાખ હાથ ઉછીના મેળવ્યા હતા. તે રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં અનિરૂદ્ધસિંહે હજુ પૈસા ... વધુ વાંચો »

Apr 24, 2024
કમરની તકલીફમાં ફિઝિયોથેરાપીથી પણ રાહત થઈ શકેઃ જામનગર તા.૨૪: જામનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરમાં આવેલા સેતાવડમાં ફિઝિયોથેરાપી સેન્ટર તથા ડેન્ટલ કેર ક્લિનિકની સેવા આપવામાં આવી રહી છે. આ તબક્કે મિશન હેલ્થની ટીમ દ્વારા તાજેતરમાં વિવિધ સ્નાયુ અને કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક ડાયોગ્નાઈઝ (નિદાન) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કમરની દરેક તકલીફનું નિરાકરણ ઓપરેશન નથી, યોગ્ય ફિઝિયોથેરાપીથી પણ તેનું નિરાકરણ આવી શકે છે. આ કેમ્પમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગરના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ ... વધુ વાંચો »

Apr 24, 2024
રૂપાલાના નિવેદનનો વિવાદ યથાવતઃ જામનગર તા. ર૪ : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકિ રહ્યો છે અને આંદોલન-પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. આગામી તા. ર ના જામનગરમાં મહા સંમેલન યોજવામાં આવનાર છે. ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. ગામે ગામ આંદોલન, ધરણાં, વિરોધ પ્રદર્શન થયા પછી હવે આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે. જામનગરમાં પણ બહેનો દ્વારા છાવણી નાંખી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યો છેે. બીજી તરફ ધર્મરથનું ૫ણ આયોજન થયું છે હવે ગામે ગામ રથ ... વધુ વાંચો »

Apr 24, 2024
ઈલેકટ્રીક મોટરો બળી જવા સહિતની સમસ્યાઓ ઘટશે ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા પાલિકા વોટર વર્કસમાં આધુનિક ટેકનોલોજીના કારણે સમસ્યાઓ ઘટી અને  સુવિધાઓ વધી છે. તાજેતરમાં ખંભાળીયા નગરપાલિકા દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, તથા તેમની ટીમ અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયાના પ્રયાસોથી પાણી પુરવઠા વોટરવર્કસ ઘી ડેમમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા લાખો રૂપિયાના ખર્ચે વસાવી શરૂ કરતા લોકોની સગવડતામાં વધારો કરાયો છે. ઓટોમેટીક ડિઝીટલ સિસ્ટમ સાથે ઓટોમેટીક ટાઈમીંગ પ્રમાણે વિશાળકાય ઈલેકટ્રીક મોટરો ચાલુ બંધ થઈ જવી, અપુરતા વોલ્ટેજ કે વધુ વોલ્ટેજમાં પાવર બંધ થઈ જવો, પાણી ખલાસ થાય કે લેવલથી ઓછું થાય તો મોટર બંધ થઈ જવી, વીજળીનો વપરાશ ... વધુ વાંચો »

Apr 24, 2024
ર૧ ચિત્રકારોએ પેઈન્ટીંગના માધ્યમથી દેશના અમૂલ્ય વારસાનો આપ્યો સંદેશઃ જામનગર તા. ર૪: જામનગરના ર૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમૂલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો છે. આ ચિત્રોનું વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર પુરાતત્વિય સંગ્રહાલયમાં વિશેષ એક્ઝિબિશન યોજાયું હતું. દર વર્ષે ૧૮ એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર ૧૯૮ર માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં ૧૯૮૩ માં યુનાઈટેડ ... વધુ વાંચો »

Apr 24, 2024
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો અંધેર વહીવટ ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના છેલ્લા કેટલાક સમયથી અણઘડ વહીવટથી શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે તથા પ્રત્યેક શિક્ષકને વર્ષે દોઢ-બે લાખની નુક્સાની વેઠવાની આવતા ભારે રોષની પણ લાગણી ફેલાય છે. નવા નિયમ મુજબ જે શિક્ષકો તથા કર્મચારીઓ જી.પી.એફ.ના હક્કદાર નથી તેમના માટે સી.પી.એફ.ની જોગવાઈ થયેલ છે. સી.પી.એફ.માં નવા પરિપત્ર મુજબ સરકાર કર્મચારીઓના પગારના ૧૪ ટકા સી.પી.એફ.માં કાઢે બાકી કર્મચારીએ કાઢવાના હોય, આ યોજનામાં પ્રાન નંબર આવે તે પછી સી.પી.એફ. કપાત ચાલુ થાય, પરંતુ દ્વારકા જિલ્લામાં અનેક શિક્ષકોના પ્રાન નંબર બે-બે વર્ષથી આવી ... વધુ વાંચો »

Apr 24, 2024
સોસાયટીએ કર્યાે હતો કેસઃ ચેકની રકમનો દંડઃ જામનગર તા. ૨૪: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને આઠ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી સભાસદ અને વિભાપર ગામમાં રહેતા પરેશભાઈ કિશોરભાઈ મકવાણાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા પરેશભાઈ મકવાણાએ રૂ.૮૬,૨૫૦ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટી દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ ભરપાઈ ન કરાતા નેગો. ... વધુ વાંચો »

Apr 24, 2024
તાપમાનમાં એક ડીગ્રીના વધારા સાથે જામનગર તા. ર૪: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં બુધવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો રપ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે એક ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરાઓનો દોર યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. જેના પગલે બપોરે ઓછી ગરમી અનુભવાઈ હતી તથા સાંજથી સમગ્ર ... વધુ વાંચો »

Apr 24, 2024
કાલાવડ (શીતલા) તાલુકાના બાંગા ગામમાં જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાના કાલાવડ (શિતલા) તાલુકાના બાંગા ગામે તા. રપ-૪ થી તા. ૧-પ સુધી દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ, દરબાર, આહિર સહિત ૧પ સમાજના પિતૃઓના મોક્ષાર્થે આયોજીત આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજી ગોપાલદાસ મહારાજ (વૃંદાવન-મથુરાવાળા) વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. તા. રપ ના સવારે ૯-૩૦ વાગ્યે પોથીયાત્રા, તા. રણ્ ના સાંજે ૪ વાગ્યે સુખદેવજી અવતાર, તા. ર૭ ના સવારે ૧૧ વાગ્યે નૃસિંહ અવતાર, તા. ર૮ ... વધુ વાંચો »

Apr 24, 2024
અવસર લોકશાહીનો... લોકસભા સામાન્ય ચૂંટણી લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ અગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલયમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુું. આ સાયકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરએ જણાવ્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 24, 2024
'છોટીકાશી'માં હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી 'છોટીકાશી' જામનગરમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડમાં આવેલી જ્ઞાતિની વાડીમાં ચૈત્ર શુક્લ ચતુર્દશીના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિન (પાટોત્સવ)ની પરંપરાગત રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાતા તરીકે ભાર્ગેશભાઈ દ્રવિણલાલ પંડ્યા તથા સ્મિતાબેન ભાર્ગેશભાઈ પંડ્યા પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી. બે દિવસીય મહોત્સવમાં પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ઈશ્વરવિવાહ તથા અલ્પાહાર યોજાયા હતાં. પાટોત્સવના દિને જ્ઞાતિના પંડિતો દ્વારા લઘુરૂદ્રનું આયોજન થયું હતું. લઘુરૂદ્ર પછી બપોરે જ્ઞાતિજનોએ શિરામણનો તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા જ્ઞાતિ કમિટી તેમજ સેવા સમિતિના હોદ્દેદારો, ... વધુ વાંચો »

Apr 24, 2024
ભઠ્ઠીના સંચાલક સામે કરાઈ કાયદાકીય કાર્યવાહીઃ જામનગર તા. ૨૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં પિત્તળની એક ભઠ્ઠીમાં ગઈકાલે એએચટીયુની ટીમે શ્રમ અધિકારીને સાથે રાખી ચેકીંગ કરતા ત્યાંથી બે બાળમજૂર મળી આવ્યા હતા. બંનેને મુક્ત કરાવી ભઠ્ઠીના માલિક સામે બાળમજૂરી કરાવવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ દ્વારા ગઈકાલે પીઆઈ એમ.બી. સોલંકીના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક ભઠ્ઠીમાં બે બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાની બાતમી મળી હતી. ત્યારપછી જામનગરના શ્રમ અધિકારી ડી.ડી. રામીને સાથે રાખી ફેસ થ્રીમાં ... વધુ વાંચો »

Apr 24, 2024
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ ખંભાળીયા તા. ર૪ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકશન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેકટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, એમ્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે, પેચ વર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, નાગરિકોની સલામતીને કેન્દ્રસ્થાને રાખીને હાઈવે પરથી પસાર થતાં ભારે વાહનો પર રેડિયમ લગાવવા તેમજ હાઈવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી ... વધુ વાંચો »

Apr 24, 2024
જોડિયા તા. ર૪ : જોડિયામાં ઉદાસીન સંત કુટીર રામવાડીમાં આવેલ જયોતિ સ્વરૂપ બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી ઉદયભાઈ શાસ્ત્રી, પૂજારી શનિભાઈ વ્યાસ તથા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી હોમાત્મક હવન યોજાયો હતો. બપોરે ૧ર વાગ્યેે ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૧ર સુધી બટુક ભોજન યોજાયું હતું. હનુમાન મંદિરમાં વિશેષ શણગાર દર્શન યોજાયા હતાં. જેનો લાભ મોટી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 24, 2024
દ્વારકાના સિદ્ધનાથ મહાદેવને હનુમાન જયંતીના પવિત્ર દિને મહાવીર સ્વરૂપના શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતાં. જેના દર્શનનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની વધુ વાંચો »

Apr 24, 2024
સંસ્થાઓ, કારખાનાઓ અને સાઈટના જામનગર તા. ૨૪: કારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને આગામી તા. ૭ મી મે મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ ૧૯૯૬ અન્વયે નોધંણી થયેલી કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯પ૧ ની ... વધુ વાંચો »

Apr 24, 2024
ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર આવો મતદાનનો સંકલ્પ કરીએ કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય એચ.જે. બલદાણીયા, આર.એસ. ઓઝા તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાનનો સંકલ્પ લીધો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Apr 24, 2024
જામનગર તા. ૨૪: જામનગરમાં ચારેક મહિના પહેલાં નોંધાયેલા જુગારના એક કેસમાં સંડોવાયેલા રાજકોટના શખ્સને પકડી લેવાયો છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેક મહિના પહેલાં જુગારનો એક કેસ નોંધાયો હતો. તેમાં રાજકોટના હુસેન આમદ શેખ નામના શખ્સની સંડોવણી ખૂલતા તે નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી નૂરી પાર્ક પાસે આવ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના રવિ શર્મા, યોગેન્દ્રસિંહને મળતા દોડી ગયેલી પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 24, 2024
જામનગરની હરિયા સ્કૂલમાં સેમિનાર યોજાયોઃ જામનગર તા. ૨૪: જામનગરની હરિયા સ્કૂલમાં લીલાવંતી નેચરોપેથી સેન્ટર, લાખાબાવળ અને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ છેલ્લા ઘણાં વર્ષોથી વારાણસીના પ્રસિદ્ધ આચાર્ય પૂ. વિશ્વનાથ ગુરૂજીએ વૈદિક પેરનિંટગનનું જ્ઞાન સુત્રબદ્ધ રીતે ૧૮ રાજ્યોમાં તેમજ ચાર દેશોમાં ચલાવેલ છે. જે એક વૈદિક પરંપરાના આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવાનું કાર્ય ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટથી પધારેલ ડો. મેહુલ આચાર્યના માર્ગદર્શનથી જામનગરમાં પણ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તથા કર્ણાવતીથી પધારેલ હિન્દુ સેનાના ... વધુ વાંચો »

Apr 24, 2024
કરચલા પકડવા બાબતે થયો હતો હુમલોઃ જામનગર તા. ૨૪: જામનગરના બેડી બંદર પર કરચલા પકડવા બાબતે એક યુવાન પર ત્રણ મહિના પહેલાં પ્રાણઘાતક હુમલો કરાયો હતો. તેના આરોપીઓએ ચાર્જશીટ રજૂ થયા પછી જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે. જામનગરના બેડી બંદર રોડ પર રંગ મીલ નજીકથી ગઈ તા.૯ જાન્યુઆરીના દિને પસાર થતાં યુવાન પર છરી સહિતના હથિયારોથી શબ્બીર કાસમ છરેચા, અનવર હાજી છરેચા સહિતના છ શખ્સે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની અબુભાઈ આમદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ધરપકડ ... વધુ વાંચો »

Apr 24, 2024
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ જામનગર તા. ૨૪: કાલાવડના કૈલાશનગરમાં રહેતા એક વૃદ્ધનું બીમારીના કારણે ગઈકાલે તબીયત બગડ્યા પછી મૃત્યુ થયું છે. કાલાવડ શહેરમાં કૈલાસ નગર સામે કોળીપાડામાં રહેતા રાજુભાઈ ગાંડુભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના કોળી વૃદ્ધ છેલ્લા એકાદ વર્ષથી બીમાર રહેતા હતા. તે દરમિયાન લોહીની ઉલ્ટીઓ શરૂ થઈ હતી. ગઈકાલે સવારે રાજુભાઈની તબીયત લથડતા તેઓ બેભાન બની ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિલેશભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.   જો આપને વધુ વાંચો »

Apr 24, 2024
પિતૃઓના મોક્ષાર્થે આવતીકાલથી જામનગર તા. ર૪ : સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) દ્વારા પિતૃના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા પારાયણ તા. રપ-૪ થી તા. ૧-પ સુધી સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન સચાણા ગામમાં યોજવામાં આવી છે. વ્યાસપીઠ ઉપર ગોંડલના (રાણસીકીવાળા) ભાગવત આચાર્ય શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ બિરાજીને કથાનું રસપાસ કરાવશે. તા. રપ-૪ ના સવારે ૯ વાગ્યે શ્રીમદ્ ભાગવતજી પોથીજી પધરામણી, ૯-૩૦ વાગ્યે કથા પ્રારંભ, તા. ર૬-૪ ના સાંજે ૬ વાગ્યે કપિલ ભગવાન જન્મ, તા. ર૭-૪ ના સાંજે ૬ વાગ્યે નૃસિંહ ભગવાન જન્મ, તા. ર૮-૪ ... વધુ વાંચો »

Apr 24, 2024
મતીયાદાદા (ઘોઘેડાવારા)નો મેળોઃ જામનગર તા. ૨૪: લાલપુર તાલુકાન ઘોઘેડા અપીયા ગામમાં જયશ્રી મતીયાદાદા અને મહેશ્વરી સમાજ ટ્રસ્ટ દ્વારા મતીયાદાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત તા. ૨૭-૪-૨૪ ના રાત્રે માતંગ દ્વારા જ્ઞાનવાણી અને રાત્રે ૮ વાગ્યે દાતા ગાંગાભાઈ જીવાભાઈ વારશાખીયા (વાડીનાર )ના સૌજન્યથી સમૂહ પ્રસાદ યોજાશે. તા. ૨૮-૪-૨૪ ના પેડીપ્રસાદ ધર્મપંથ (બારઈ) તથા બપોરે ૧૨ વાગ્યે વિવિધ દાતાઓના સૌજન્યથી સમૂહપ્રસાદ યોજાશે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 24, 2024
ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા એડવાઈઝરી જામનગર તા. ર૪ : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ) થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, હીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : માનસિક શાંતિ પરત મળતી જણાય. શુભ સમાચાર સાંભળવા મળે. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : આરોગ્યની કાળજી રાખવી આવશ્યક બને. વાહન ચલાવવામાં સંભાળવું. યાત્રા-પ્રવાસમાં ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : વ્યવસાયીક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થાય. નાણાકીય પ્રશ્નોનો ઊકેલ આવતા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. વ્યસ્તતામાં વધારો થાય. સ્વાસ્થ્ય ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : પરિસ્થિતિ વિપરીત બનતી જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : પ્રવાસ-મુસાફરીનું આયોજન થઈ શકે. કાર્યબોજમાં ઘટાડો થાય. પારિવારિક કાર્ય ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : મનની મુરાદ મનમાં રહેતી જણાય. કાર્યક્ષેત્રે પરિશ્રમ કરવો પડે. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : સંતાન અંગે ચિંતા રહે. નાણાકીય સ્ત્રોતોમાં વધારો થાય. ધંધા-વ્યવસાય ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : દિવસના અંતે સારા સમાચાર સાંભળવા મળે. ભાગ્યનો સાથ મેળવી ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. આવક કરતા જાવકનું પ્રમાણ વધારે રહેતા ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : પારિવારિક કાર્ય થઈ શકે. સગા-સ્નેહીજનો સાથે સુખરૂપ સમય પસાર ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૫-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર વદ-૧ : માનસિક બેચેનીનો અનુભવ થાય. ધૈર્યથી કાર્ય કરવું. આર્થિક નિર્ણયો ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવનારૂં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નવિન કાર્યરચના કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh